આજના કરંટ અફેર્સ (12/07/2023)

અમારા દ્વારા દરરોજ કરંટ અફેર્સ આ બ્લોગ પર મૂકવામાં આવે છે. આ કરંટ અફેર્સ વિવિધ પરીક્ષાઓ જેમકે પોલીસ કોન્સટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક, નાયબ મામલતદાર, હેડ ક્લાર્ક, બિન સચિવાલય, TET, TAT જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

today's current affairs

1. પ્લાસ્ટિકના બદલે પેપર બેગને મહત્વ આપવા અને ઉપયોગ વધારવા ‘વિશ્વ પેપરબેગ દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

 • જવાબ : 12 જુલાઈ

2. તાજેતરમાં જ ICC એ કઈ બે ખેલાડીને ‘પ્લેયર ઓફ ધ મંથ-જૂન’ નો પુરસ્કાર જીત્યો છે?

 • જવાબ : શ્રીલંકાના સ્પિનર વાનીન્દુ હસરાંગા અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર

3. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને વિકાસ, રણનીતિ અને આર્થિક સબંધો વધારવા ક્યાં દેશે તેના બેસ્ટીલ દિવસ પર આમત્રિત કર્યા છે?

 • જવાબ : ફ્રાંસ

4. ડોલર ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે ક્યાં બે દેશો વચ્ચે વ્યવહાર શરૂ થયા છે?

 • જવાબ : ભારત અને બાંગ્લાદેશ

5. ISRO 14 જુલાઈના રોજ કઈ સેટેલાઈટ લોન્ચ કરશે?

 • જવાબ : ચંદ્રયાન-3

6. ભારતે UAE ના અલ આઇનમાં 8 દિવસીય ઇવેન્ટમાં કેટલા મેડલ જીતીને 34મી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ જીતી છે?

 • જવાબ : 4 મેડલ

7. તાજેતરમાં કોણે લાંચ રૂશ્વત વિરોધી વ્યવસ્થાપન પ્રણાલી (ABMS) માટે પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) બનીને ઇતિહાસ રચ્યો છે?

 • જવાબ: ઓઇલ એંડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)

8. તાજેતરમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) વ્યવહારો માટે UPI QR કોડ લાગુ કરવાનો નિર્ણય કોણે લીધો છે?

 • જવાબ : RBI

9. આયરલેંડમાં 3 થી 9 જુલાઈ દરમિયાન યોજાયેલી વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપ માં ભારતે કેટલા મેડલ મેળવીને બીજું સ્થાન હાંસલ કર્યું છે?

 • જવાબ : 11 મેડલ

10. હમ્પી, કોલકતા ખાતે આયોજિત ત્રીજી G20 કલ્ચર વર્કિંગ ગ્રૂપ (CWG) અનુસાર, કઈ કલાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો છે?

 • જવાબ : લામ્બાની કલા

11. ‘NABARD ફાઉન્ડેશન ડે’ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

 • જવાબ : 12 જુલાઈ

Leave a Comment