વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત: આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પહેલા રાઉન્ડ પછી વરસાદનો બીજો રાઉન્ડ જામ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચાર દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત એટલે કે અંબાલાલ પટેલે કરી છે, તેણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે.

વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત

અંબાલાલ પટેલના મતે 15 થી 23 જુલાઇ દરમિયાન અતિભારે વરસાદની સંભાવના

હવામાન નિષ્ણાંતના રાજા એટલે કે અંબાલાલ પટેલે હાલમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 15 થી 23 જુલાઈની વચ્ચે અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. આ દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આગામી 15 થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

નદીઓમાં પૂર આવી શકે છે: અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે સાથે સાથે તેણે જણાવ્યું હતું કે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. બનાસકાંઠાની નદીઓમાં ભારે વરસાદના કારણે પુર આવી શકે છે, આ સાથે નર્મદા, રૂપેણ, તાપી નદીમાં પણ પૂરની આશંકાઓ રહેલી છે.

15 જુલાઈથી થશે વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત

હવામાન નિષ્ણાંત અંબાલાલે જણાવ્યું હતું કે 11 જુલાઈ પછી વરસાદમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી ફરી એકવાર વરસાદ શરૂ થશે અને તે વરસાદ એકધારો રહેશે અને તે તારીખ 23 જુલાઈ પછી નબળો પડશે. આ વરસાદનો બીજો રાઉન્ડ હશે.

આ જિલ્લાઓમાં રાત્રે વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની ભારતીય અધિકારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રે એટલે કે અત્યારથી આણંદ ભરૂચમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ, ખેડા, દાહોદ, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલમાં કરવામાં આવી છે. વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજનો વરસાદ

જો આજના વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા ખરા જીલ્લાઓમાં આજે વરસાદ ખૂબ જ સારો નોંધાયો હતો. જેમાં ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી અને ગીરના જંગલમાં વરસાદ નોંધાયો હતો ખુશીની વાત એ તો એ છે કે સમયસર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને નદીઓમાં પણ સારી નિરની આવક જોવા મળી રહી છે.

Leave a Comment