કારકિર્દી માર્ગદર્શન 2023: ધોરણ 10 અને 12 પછી શું કરવું તેને ચાર્ટ PDF દ્વારા સમજો: ગુજરાત રોજગાર સમાચાર વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 પછી હમેશા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક બહાર પાડવામાં આવે છે. તેવી જ રીતે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ પછી આ વર્ષે પણ કારકિર્દી માર્ગદર્શન 2023 બહાર પાડવામાં આવે છે.
રિઝલ્ટ પછી હમેશા વિદ્યાર્થીઓ હમેશા વિચારતા હોય છે કે ધોરણ 10 અને 12 પછી મારે શું કરવું? મારે કઈ લાઇનમાં આગળ વધવું?, હું શું કરું તો મારો પગાર વધારે હોય, હું એવી કઈ લાઇનમાં આગળ વધુ તો મને નોકરી વહેલી મળે? આવી મથામણ લગભગ દરેક વિદ્યાર્થીઓએ પરિક્ષાના પરિણામ પછી કરતાં હોય છે. જો દિગ્ગજોનું માનીએ તો આપડે એવી દિશામાં આગળ વધવું જોઈએ કે જે ભણવામાં અને કરવામાં તમને આનંદ આવે.

Table of Contents
કારકિર્દી માર્ગદર્શન 2023
શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે. ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીમાં પણ બહુ આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થીના જીવનના ઘડતરની શરૂઆત શાળાના પ્રાંગણમાંથી જ થાય છે અને તે જ વિદ્યાર્થીઓ આપણા દેશનું ઉજવળ ભવિષ્ય બને છે. ધોરણ 10 અને 12 એ કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં આવતો ખૂબ જ રોમાંચક, ચેલેંજિંગ અને પોતાની કારકિર્દીની મંઝિલ સુધી પહોંચવાનો એક અગત્યનો વણાંક છે.
ધોરણ 10, 12 અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના કારકિર્દીલક્ષી ડર અને મૂંઝવણ તેમના ભવિષ્યના મહત્વના નિર્ણયની આડે ના આવે તે માટે યોગ્ય કારકિર્દી ઘડતરના વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો જોઈએ. યુવા વર્ગને જો સાચી રાહ સિંધવામાં આવે તો એ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે વિકાસનો નવતર સેતુ બનવાની ક્ષમતા ધરાવે છે. યુવાનોને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષની પરંપરા અનુસાર પ્રસિદ્ધ કરવામાં આવતો ગુજરાત રોજગાર સમાચાર વિદ્યાર્થી માટે રાહબર થતો હોય છે.
ગુજરાત સરકાર માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રાજ્યના વિદ્યાર્થીઓને ભવિષ્યના ઘડવા માટે સહાયરૂપ અને માર્ગદર્શન એવા ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન 2023 તૈયાર કરવામાં આવ્યો છે આમાં સમાવિષ્ટ તમામ વિષયોના તજજ્ઞો દ્વારા આ PDF તૈયાર કરવામાં આવી છે.

ધોરણ ૧૦ પછી શું?
ધોરણ 10 પાસ કર્યા બાદ કારકિર્દીના ઘડતર માટે ઘણા વિકલ્પો રહેલા છે. આ વિકલ્પોમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તેની મૂંઝવણ આપને થતી જ હશે. તો ચાલો જાણીએ ધોરણ 10 પછી થતાં ક્યાં ક્યાં અભ્યસોમાં આગળ વધી શકાય.
ધોરણ 10 પછી થતાં વિવિધ અભ્યાસો
- એંજિનિયરિંગ ડિપ્લોમા
- ફાઇન આર્ટ્સ
- કોમર્શિયલ આર્ટ ડિપ્લોમા
- આર્ટ ટીચર ડિપ્લોમા
- ITI
- રેલ્વે ટિકિટ કંડક્ટર
- બેન્ક/ ઈન્સ્યોરન્સ ક્લ્રેરિકલ એક્ઝામ
- ડિપ્લોમા ઇન ડાન્સ/ મ્યુઝિક
- ડિપ્લોમા ઇન ફાર્મ
- સર્ટીફાઇડ/ બિલ્ડીંગ સુપરવાઇઝર
- ડિપ્લોમા ઇન ફાર્મ મેનેજમેંટ
- વિવિધ ડિપ્લોમા કોર્સિસ
- MS-CIT કોર્સ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- ૧૦ પાસ ઉપર સરકારી નોકરીની તૈયારી

ધોરણ 12 કોમર્સ પછી શું?
ધોરણ 12 પછી પણ ઘણા એવા કોર્સ છે જેની માહિતી વિદ્યાર્થીઓને હોતી નથી, તો અહીં આપણે ધોરણ 12 પછી થતા તમામ કોર્સની માહિતી મેળવીશું:
ધોરણ 12 કોમર્સ પછીના કોર્સ
- CA Foundation
- B.Com
- BBA
- BCA
- M.Sc IT
- LLB
- કોલ સેન્ટર
ધોરણ 12 કોમર્સ પછીના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ
- MBA
- બેન્ક ઈન્સ્યોરન્સ પ્રોબિશનરી/ ડેવલપમેન્ટ ઓફિસર એક્ઝામ
- LLM વકીલ
- M.Ed ટીચર
- ICWA
- બેચલર ઇન લાઈબ્રેરી સાયન્સ/ માસ્ટર ઇન લાઈબ્રેરી સાયન્સ
- CS
- ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપ્લોમા
- MCA/MCM
- GPSC/UPSC સરકારી પરીક્ષા
- કમ્પ્યુટર કોર્સ (ટેલિ)
ધોરણ 12 આર્ટ્સ પછી થતા કોર્સ
- PTC
- B.Sw/M.Sw
- ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા
- બી.એ
- B.Ed
- BBA
- ફોરેન લેન્ગ્વેજ ડિપ્લોમા
ધોરણ 12 આર્ટ્સ પછીના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ
- DTL/LLM/DLL
- B.P.Ed
- M.A
- બેચલર ઓફ જર્નલીસ્મ
- બેચલર ઓફ લાઈબ્રેરી સાયન્સ
- GPSC/UPSC સરકારી પરીક્ષા
- MBA
- MCA/MCM
- M.Ed
- સબ ઈન્સ્પેકટર એક્ઝામ
- BSF/CRPF
ધોરણ 10 પછી તુરંત નોકરી મેળવવા માટે કરો આ કોર્સ >> જાણો અહીથી
ધોરણ 12 સાયન્સ પછી શું?
ધોરણ 12 સાયન્સ આછી ઘણા મહાત્વના કોર્સ કરી અને આગળ સારી નોકરી મેળવી શકાય છે. ક્યાં ક્યાં કોર્સ કરી શકાય તેની માહિતી નીચે આપેલી છે.
ધોરણ 12 સાયન્સ પછી થતા કોર્સ PCB સાથે (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી)
- B.A.M.S (આર્યુવેદિક ડોક્ટર)
- B.H.M.S (હોમિયોથેરાપી ડોક્ટર)
- B.V.Sc
- BD.S. / M.D.S
- M.B.B.S > MD/MS (સ્પેશિયલ ડિપ્લોમા)
- પેરમેડિકલ કોર્સ
- B.Sc નર્સિંગ
- ડિપ્લોમા ઇન નર્સ
- B.M.L.T
- B.Sc હોમ સાયન્સ
- B.Sc
- M.Sc/M.Phil/ Ph.D
- M.Sc/ M/Tech
- M.L.T
આ વાંચવું પણ તમને ગમશે >>> સરકારી નોકરીની તૈયારી કરવા કરંટ અફેર્સની તૈયાર કેવી રીતે કરવા? જાણો અહીથી
ધોરણ 12 સાયન્સ પછી થતા કોર્સ PCM સાથે (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)
- N.D.A (નેવી, આર્મી અને એર ફોર્સ)
- B.Arch
- બેચલર ઓફ પ્લાનિંગ એંડ ડિઝાઇન
- ટેકનિકલ એન્ટ્રી ઇન ઇંડિયન આર્મી
- B.E
- IIT/JEE/ AIEEE
- B.Tech
- IIT
- B.C.S/B.C.A/ B.Sc (PCM)
- FIIT
- હોટલ મેનેજમેંટ ડિગ્રી
- NID (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન)
- I.E.S એક્ઝામ
- મર્ચન્ટ નેવી
- M.E
- ડિફેન્સ ડાયરેક્ટ એન્ટ્રી
- M.S (ફોરેન યુનિવર્સિટી)
- M.B.A
- M.Tech
કારકિર્દી માર્ગદર્શન 2023 PDF
કારકિર્દી માર્ગદર્શન 2023 PDF | અહીથી ડાઉનલોડ કરો |
GkVacancy હોમપેજ | અહી ક્લિક કરો |
1 thought on “કારકિર્દી માર્ગદર્શન 2023: ધોરણ 10 અને 12 પછી શું કરવું તેને ચાર્ટ PDF દ્વારા સમજો”